ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતો માટે વિવિધ યોજનાઓ અમલમાં છે, જેમાં ક્લસ્ટર આધારિત યોજનાઓ પણ શામેલ છે. આ યોજનાઓનો લાભ લેવા માટે, કૃપા કરીને આ અધિકૃત વેબસાઇટ પર જાઓ: .
અરજી કરવાની પ્રક્રિયા:
-
વેબસાઇટ પર જાઓ: આધિકૃત iKhedut પોર્ટલ પર જાઓ.
-
યોજનાઓ પસંદ કરો: "યોજનાઓ" વિભાગમાં જઈને તમારી જરૂરિયાત મુજબની ક્લસ્ટર આધારિત યોજના પસંદ કરો.
-
રજીસ્ટ્રેશન કરો: જો તમે પહેલેથી રજીસ્ટર્ડ નથી, તો "નવા ખેડૂત માટે રજીસ્ટ્રેશન કરો" વિકલ્પ પર ક્લિક કરીને જરૂરી માહિતી ભરો.
-
અરજી કરો: રજીસ્ટ્રેશન પછી, તમારી પસંદ કરેલી યોજનાની વિગતો ભરીને અરજી સબમિટ કરો.
દસ્તાવેજો જરૂરી:
- આધાર કાર્ડ
- બેંક પાસબુક
- મોબાઇલ નંબર
- જમીન રેકોર્ડ (જરૂરિયાત મુજબ)
વધુ માહિતી અને માર્ગદર્શન માટે, કૃપા કરીને iKhedut પોર્ટલની "અરજદાર સુવિધા" વિભાગની મુલાકાત લો.
સંપર્ક માહિતી:
આ માહિતી તમને iKhedut પોર્ટલ પર ક્લસ્ટર આધારિત યોજનામાં અરજી કરવામાં મદદરૂપ થશે.
- ખેડૂતોએ પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે (બે)હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માં સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પરતા.૧૨/૦૨/૨૦૨૫ થી તા. ૧૮/૦૨/૨૦૨૫ (દિન-૦૭) સુધી અરજી કરવી
આ યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા ૨ (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ.૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. ખેડૂતોની અરજીઓ સ્વીકારવા આઈ ખેડૂત પોર્ટલ પર તા.૧૨/૦૨/૨૦૨૫ થી તા. ૧૮/૦૨/૨૦૨૫ (દિન-૦૭) સુધી ખુલ્લુ મુકવામાં આવશે.
ખેડૂતોએ લેવાની કાળજી :
- કલસ્ટર માટે ખેડુતો દ્વારા ગૃપ લીડર નક્કી કરવાના રહેશે. ખેડૂત/ખેડૂતોએ જુથ દ્વારા અરજી કર્યા બાદ દિન-૭ માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનીક પુરાવા સાથે તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી) અથવાજિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને અચૂક રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજુરી આપવામાં આવશે.
૧) અરજીની સહીવાળી નકલ થતા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાહેધરી પત્રક
૨) ૩/૧૨, ૮-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ
૩) ડીમાર્કશન વાળો નકશો [ફેન્સીંગ કરવા માટે પસંદ કરેલ સર્વે નંબરનો)
૪) બેન્ક પાસબુકની નક્લ/ રદ કરેલ ચેક
૫) આધારકાર્ડની નકલ
૬) કબૂલાતનામું અને સ્વઘોષણા પત્રક
- ૨ હેક્ટરથી ઓછુ ક્લસ્ટર થતું હોય તેવી અરજી સહાયને પાત્ર રહેશે નહિ. જેની તમામ ખેડૂતોને કાળજી લેવા
જણાવવામાં આવે છે.
- પૂર્વ મંજુરી મળ્યેથી જ નવીન વાડની કામગીરી ચાલુ કરવાની રહેશે.
- જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર જ ફેન્સીંગ કરવાની સહાય મળવાપાત્ર છે